અમદાવાદઃ ઘાટલોડિયાના કેકેનગર સ્થિત ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સમાં ફાયરિંગ અને લૂંટના પ્રયાસના ગુનામાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે પકડાયેલો આરોપી પોલીસ કોન્સ્ટેબલ હોવાનું બહાર આવ્યું છે શનિવારે બનેલી આ ઘટનામાં પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ભાવસારની શનિવારે જ ધરપકડ કરી હતી પોલીસે રવિવારે પકડેલા આરોપી ગજેન્દ્રએ ચિરાગ ભાવસારને લૂંટની ઘટનાને અંજામ આપવા માટે હથિયાર આપ્યું હતું