રાજકોટમાં ચોર ATM મશીન તોડવા ઘુસ્ચો, હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું અને પોલીસે 20 મિનિટમાં પકડી લીધો

DivyaBhaskar 2019-08-14

Views 2.6K

રાજકોટ: લોધીકા તાલુકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમમાં ચોરીના પ્રયાસ સાથે ઘુસેલા શખ્સને પોલીસે દબોચી લીધો હતો તેની પાસેથી એટીએમ તોડવાના સાધનો પોલીસે કબ્જે કર્યા હતા આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ નજીક આવેલા લોધીકાના મેટોડા જીઆઇડીસીમાં આવેલા એટીએમ મશીન રુમમાં કોઇ શખ્સ ધુસી શટર બંધ કરી એટીએમ તોડતો હોવાની એટીએમનું સીસીટીવી મોનીટરીંગ કરતી એસબીઆઇની હૈદ્રરાબાદ શાખાને જાણ થઇ હતી અને માત્ર 20 મિનિટમાં ચોર રંગે હાથ ઝડપાઇ ગયો હતો ATMમાં ચોર આવતા અને તેને તોડવાનો પ્રયાસ કરતા હૈદરાબાદમાં એલાર્મ વાગ્યું હતું રાજકોટ રુરલ પોલીસના કંટ્રોલ રુમને જાણ કરતા આ અંગે લોધીકા પોલીસને જાણ કરાતા પીએસઆઇ એસએમ ધાધલ સહીતના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ એટીએમ મશીન તોડતા મુળ રાજસ્થાની અને હાલ રાજકોટમાં રહેતા ધનંજય ઉર્ફે મહેશ નિરંજન ઉર્ફે રવજી હીરાલાલ શર્માને ઝડપી લીધો હતો

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS