પાકિસ્તાની નેતા અને મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ(MQM)ના સંસ્થાપક અલ્તાફ હુસૈનની લંડનમાં ધરપકડ કરાઈ છે 15 અધિકારીઓની ટીમે મંગળવારે સ્કોટલેન્ડ યાર્ડમાં રેડ પાડીને અલ્તાફની ધરપકડ કરી છે 65 વર્ષના હુસૈન પર 2016માં ભડકાઉ ભાષણ આપવા અને સમર્થકોને કાયદો હાથમાં લેવાની અપીલ કરવાનો આરોપ છે
પોલીસ પ્રમાણે, મેટ્સ કાઉન્ટર ટેરરિઝમ કમાન્ડના અધિકારી આ સમગ્ર કેસની તપાસ કરી રહ્યા છે અલ્તાફ પહેલા પણ ઘણી વખત આ પ્રકારના ભાષણ આપી ચુક્યા છે પોલીસની ટીમ ઓગસ્ટ 2016 અને તેના પહેલા આપેલા તમામ ભાષણોની તપાસ કરી રહી છે