પાકિસ્તાન બલુચિસ્તાનમાં અનેક પ્રકારે દમન ફેલાવી રહ્યું છે જેનો બલોચ એક્ટિવિસ્ટોએ દુનિયા સામે અનોખી રીતે વિરોધ દર્શાવ્યો હતો સમગ્ર દુનિયાને પાકિસ્તાનની મેલી મુરાદની જાણ થાય તે માટે બલોચ એક્ટિવિસ્ટોએ લંડનમાં અનેક જગ્યાઓએ પોસ્ટર લગાવીને વિરોધ દર્શાવ્યો હતો જેમાંથી કેટલાક પોસ્ટર્સ લોર્ડસ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પણ જોવા મળ્યાં હતા રવિવારે પાકિસ્તાન અને સાઉથ આફ્રિકાની મેચ હોવાથી પાક ફેન્સ આ પોસ્ટર્સ જોઈ ભડક્યાં હતા અને તેઓએ મીડિયા સામે જ પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતા