કલમ 370 ખત્મ થયા બાદ પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદના કેટલાંક વિસ્તારોમાં ભારત સમર્થક બેનર્સ જોવા મળ્યા, આ બેનર્સ પર શિવસેના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાવતનું અખંડ ભારત પરનું નિવેદન છપાયેલુ હતુ આ બેનર્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે ઈસ્લામાબાદના એક શખ્સે આ બેનર્સને જોઇને એક વીડિયો બનાવ્યો હતો જે બાદ પોલીસે આ બેનર્સ ઉતારી લીધા હતા અને એક શખ્સની ધરપકડ પણ કરી હતી