વડોદરાઃ લેબ સંચાલક અને ડોક્ટર વચ્ચેની ઓડિયો ક્લિપના મામલે વડુ પોલીસે સ્વરા લેબના માલિક જૈમીન શાહની ધરપકડ કરી છે પોલીસે જૈમીન શાહની પૂછપરછ શરૂ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઓડિયો ક્લિપમાં વાત કરનાર સચિન જોષી હજુ પણ ફરાર
તાજેતરમાં જ લેબ સંચાલક અને કાનવા ગામના ડોક્ટરોની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી જેમાં લેબ સંચાલકે કહ્યું હતું કે, તમે તમારા કેસ અમારી લેબોરેટરીમાં મોકલો, તમારે જેવા રિપોર્ટ જોઇતા હશે, તેવા રિપોર્ટ અમે તમને આપીશુ અમે તમને કમિશન આપી દઇશું આ ઓડિયોના આધારે વડુની સ્વરા લેબમાં પાદરાના તાલુકા આરોગ્ય અધિકારી વિમલસિંહની ટીમ વડુ પહોંચી સ્વરા લેબમાં તપાસ કરતા તેના માલિક હાજર ન હતા