સુરતઃસરથાણા ખાતે આવેલી તક્ષશિલા આર્કેડની દુર્ઘટના બાદ રાજ્યભરમાં ચારેક દિવસથી ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતમાં મકાનોની છત પર પતરાના શેડ પર ધમધમતી પ્રવૃતિ બંધ કરાવીને કાટમાળ દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા ચાલી રહી છે પરંતુ કતારગામ વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશનની છત ઉપર શેડમાં બનાવાયેલા જીમ પર પાલિકાની કોઈ કામગીરી કરાઈ નથી આ અંગે પોલીસ કમિશનરે કંઈ કહેવાનો ઈનકાર કરી દીધો હતો