ઉત્તરપ્રદેશના સહારનપુર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા ઈમરાન મસૂદ હવે તેમની પત્ની સાથે ડાન્સ કરીને ફસાયા છે ઈમરાનમસૂદનો પરિવારના સભ્યો સાથેનો ડાન્સવાળો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો જેમાં તે પોતાની પત્ની સાથે 'ઉડે જબ જબ ઝૂલ્ફે તેરી' ગીતપર ડાન્સ કરતા જોવા મળે છે જો કે, તેમનો આ વીડિયો જોઈને તરત જ મુસ્લિમ સંગઠમનો મેદાનમાં આવી ગયાં હતાં તેમણે ઈમરાનના આડાન્સ પર ઉગ્ર પ્રતિક્રિયાઓ આપતાં કહ્યું હતું કે, ઈસ્લામમાં ડાન્સને હરામ ગણવામાં આવે છે, જેના કારણે હવે ઈમરાન મસૂદે તેમના આવાનાચગાન બદલ જાહેરમાં માફી માગવી જોઈએ