અમરિકાના વિસકોન્સિનમાં રહેતા આ પાંચ વર્ષના ક્યૂ સેન જ્યૂઆનના જીવન પ્રત્યેના પોઝિટિવ અભિગમની આખી કહાની સાંભળીને તમારું દિલ પણ પણ પીગળી જશે આ ટાબરિયાએ તેના દાદાની આગળ ડાન્સ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી જેથી તેની મોમ તેને લઈને સુપરમાર્કેટમાં પરિવાર સાથે પહોંચી હતી જ્યાં દાદા-પૌત્રની આ જોડીએ દિલ ખોલીને ડાન્સ કર્યો હતો આ ડાન્સ એટલા માટે અનોખો છે કેમ કે બીજા દિવસે આ માસૂમ પર મેજર બ્રેઈન સર્જરી થવાની હતી તમને જણાવી દઈએ કે ક્યૂ સેન જન્મ સમયથી જ એવીએમ એટલે કે સેરિબ્રલ આર્ટેરિઓવીનસ મેલફોર્મેશન નામની બિમારીથી પીડાતો હતો જેને સામાન્ય ભાષામાં કહીએ તો આ બિમારીના લીધે મગજની નસોમાં વહેતા લોહીમાં ગાંઠ પેદા થાય છે પોતાના પરિવારને હિંમત આપવા માટે આ ભૂલકાએ કરેલા આ ડાન્સનો વીડિયો વાઈરલ થયો હતોદાદા અને પૌત્ર વચ્ચે આ સુપરમાર્કેટમાં થયેલી વાતચીત પણ એટલી પ્રેરણાદાયક હતી જ્યારે આ માસૂમે તેના દાદાને ત્યાં ડાન્સ કરવાની વાત કરી હતી ત્યારે તેના દાદા પણ અવઢવમાં મૂકાઈ ગયા હતા તેમણે કહ્યું હતું કે આપણે સાંજે ક્લબમાં પાર્ટી કરવા જઈશું, અહીં ડાન્સ કરીશું તો લોકો પણ જોશે દાદાનો આવો જવાબ સાંભળીને તરત જ ક્યૂએ કહ્યું હતું કે લોકોની ચિતા ના કરો, અહીં આપણે બંને જ છીએ તેવું ઈમેજીન કરીને પણ નાચો આપણે ક્યાંય પણ અને કોઈ પણ સંજોગોમાં ડાન્સ કરી જ શકીએ બસ પૌત્રની આ વાત માત્ર દાદાને જ નહીં પણ કદાચ આ વીડિયો જોનારને પણ સ્પર્શી જ જશે આ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આપણને બધાને જીવન પ્રત્યે આવા સકારાત્મક અભિગમની જરૂર છે