ડીસા: ભાચારવા ગામમાં ગણેશ પાર્લર નામની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી બનાવના પગલે ગામમાં અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જોકે ડીસા ફાયર ફાયરની ટીમે 3 હજાર લિટર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ લાગતા દુકાન સંચાલકને અંદાજિત ત્રણ લાખ ઉપરાંતનું નુકશાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું