માંડવી : સલાયાના જહાજમાં સંયુક્ત અરબ અમીરાતના શારજહા અલ ખાન પોર્ટ પર આગ લાગી હતી આગ પર રેસ્ક્યૂ ટીમે કાબૂ મેળવી લીધો છે અને તમામ ક્રૂ મેમ્બર દરીયામાં કૂદી જતા તમામને બચાવી લેવાયા છે શારજહાથી યમન કાર ભરીને જતા સમયે અલ મજીદ જહાજમાં ધડાકાભડાકા સાથે આગ ફાટી નીકળી હતી મોડી રાત્રે 10 વાગ્યે જહાજમાં આગનો બનાવ બન્યો હતો આગ પર કાબૂ મેળવ્યા બાદ રેસ્ક્યૂ ટીમ તેને કૂલિંગ કરવાની કામગીરી કરી રહી છે 700 ટન કારનો કાર્ગો ભરીને સલાયાના અબ્દુલ મજીદ કાસમ અલ મજીદ જહાજમાં યમન જવાની તૈયારીમાં હતો ત્યારે શોર્ટસર્કિટ થવાથી જહાજમાં આગ લાગી હતી માંડવી કચ્છી વહાણવટા એસોશિએસનના પ્રમુખ હાજી આદમ હાજી સિધિકે જણાવ્યું હતું કે, જહાજમાંથી ક્રૂમેમ્બરોએ કૂદીને જીવ બચાવી લીધા હતા કોઈ જાનહાનિ થઈ ન હતી