વડોદરાઃશહેરના છાણી ગામમાં ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના માટે જઇ રહેલી શ્રીજીની સવારીમાં જનરેટરમાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી જનરેટરમાં લાગેલી ભારે આગને પગલે સવારીમાં જોડાયેલા લોકોમાં અફડા-તફડી મચી ગઇ હતી જોકે, કોઇ જાનહાની થઇ નથી પરંતુ, મોટી દુર્ઘટના થતાં ટળી ગઇ હતીશહેર નજીક આવેલા છાણી ગામ સ્થિત રાણાવાસ યુવક મંડળ દ્વારા ગણેશ ચતુર્થીના દિવસે શ્રીજીની સ્થાપના કરવા માટે શહેરમાંથી શ્રીજીને લઇ ગામ તરફ જઇ રહ્યા હતા ડીજે અને ભવ્ય લાઇટીંગ સાથે વાજતે-ગાજતે ગામ તરફ જઇ રહેલી શ્રીજી છાણી ગામમાં પહોંચતાજ જનરેટરમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઇ હતી