RJDના પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ સિંહે રામ મંદિર અને રામ જન્મભૂમિને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે રામ મંદિરનું નિર્માણ નફરતની જમીન પર થઈ રહ્યું છે. એમ પણ કહ્યું કે અમે 'હે રામ'માં માનીએ છીએ. 'જય શ્રી રામ'માં નહીં. રામ આપણા હૃદયમાં છે. આલીશાન પથ્થરના મંદિરોમાં નહીં. જગદાનંદ સિંહે કહ્યું કે શ્રી રામ ન તો અયોધ્યામાં છે કે ન તો લંકામાં. બલ્કે શ્રી રામ આજે પણ શબરીની કુટીરમાં બિરાજમાન છે. આ નિવેદન બાદ ભાજપે જગદાનંદ સિંહ પર નિશાન સાધ્યું છે.