પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે મંગળવારે વીજળીની બચત ઘટાડવાની દિશામાં લેવાયેલા એક મોટા નિર્ણયની જાહેરાત કરી. વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમની કેબિનેટે નિર્ણય લીધો છે કે હવે દેશના બજારો રાત્રે 8:30 વાગ્યે બંધ કરી દેવાશે. પરંતુ ખ્વાજાએ પ્રેસ કોન્ફરન્સમાં આપેલી દલીલ ખૂબ જ આશ્ચર્યજનક છે. પાકિસ્તાન હાલ વીજળી સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં સરકારે નિર્ણય લીધો છે કે દેશના બજારો સિવાય તમામ મેરેજ હોલ વહેલાં બંધ કરી દેવામાં આવશે. જ્યાં બજાર 8:30 વાગ્યે બંધ થશે અને મેરેજ હોલ 10 વાગ્યે બંધ થશે. દેશના ઉદ્યોગપતિઓને હવે તેમના ધંધા અંગે ચિંતા થઇ રહી છે.