ભાવનગર શહેરના કાળીયાબીડ વિસ્તારમાં આવેલ પેથોલોજીમાં ખુલ્લી તલવાર સાથે શખ્સ દ્વારા તોડફોડ કરવા અંગેનો વિડીયો CCTVમાં કેદ થયો છે. મળતી માહિતી પ્રમાણે ન્યુ વારાહી પેથોલોજી લેબોરેટરીનો બે દિવસ પહેલાનો આ વીડિયો છે. ખુલ્લી તલવાર લઈને આવેલ શખ્સ સહિત કુલ ત્રણ વિરુદ્ધ એ.ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. લેબોરેટરીમાં રહેલ તમામ સાધનોને તલવાર લઈને આવેલા શખ્સ એ નુકસાન પહોંચાડેલ છે. આ સાથે જ લેબોરેટરીમાં કામ કરી રહેલ એક વ્યક્તિને પણ માર મારેલ છે. હાલ સમગ્ર બનાવને લઈ એ.ડિવિઝન પોલીસ તપાસ ચલાવી રહી છે.