ગાંધીનગરના સરગાસણ બ્રિજ પાસે સ્કૂલ છૂટવાના સમયે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જેમાં સામેથી રોંગ સાઈડમાંથી આવતી ગાડીના ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેનાં કારણે વેદ ઇન્ટરનૅશનલ સ્કૂલમાં અભ્યાસ કરતાં ધોરણ-10 ના વિદ્યાર્થીએ એક્ટિવા પરનો કાબુ ગુમાવી દેતા એક્ટિવા નજીકથી પસાર થતી સ્કૂલ બસમાં ઘૂસી ગયું હતું. એજ વખતે બસનું ટાયર ફરી વળતાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે પોલીસે સ્થળ પર પહોંચી પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.