બુધવારના રોજ ભાઠેનાથી પરવત પાટિયા તરફ જતા બ્રિજ પાસે એક ટ્રક ચાલકે પાંચ વાહનોને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા થઈ હતી.જ્યારે ટ્રક અડફેટે ચઢેલી બે કાર અને ત્રણે બાઈકને નુકસાન થયું હતું. ટ્રક ચાલક ભાગી જાય તે પહેલા લોકોએ તેને પકડી પાડ્યો હતો. બીજી બાજુ બનાવની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.