અમેરિકામાં આવેલા બરફના તોફાને બધું અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ બરફનું તોફાન આર્કટિક ડીપ ફ્રીઝના કારણે આવ્યું છે. તબાહી મચાવનાર આ વાવાઝોડાને કારણે અત્યાર સુધીમાં 60થી વધુ લોકોના મોત થયાના સમાચાર છે. સોમવારે સમગ્ર અમેરિકામાં 3800થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. એટલું જ નહીં બગડતી પરિસ્થિતિને જોતા 70 ટકા જેટલી ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી રહી છે. તો સાથે સાથે બફેલોમાં પણ તમામ પ્રકારની પરિવહન સુવિધાઓને અસર થઈ હતી. અહીં ટ્રેન અને હવાઈ મુસાફરી રદ કરવી પડી હતી. ભારે હિમવર્ષાના કારણે રસ્તાઓ બંધ થઈ ગયા છે.