વડોદરાના વાઘોડિયા પાસે આવેલ શંકરપુરા તળાવમાં ગઈકાલે સાંજે એન્જિનિયરિંગના બે વિદ્યાર્થીઓ ડૂબતા મોત થયા હતા. બંને વિદ્યાર્થીઓ પારુલ એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સમાં અભ્યાસ કરતા હતા. આ વિદ્યાર્થીઓ મૂળ આંધ્રપ્રદેશના હતા. અને વડોદરા અભ્યાસ માટે આવ્યા હતા. ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ મૃતદેહોને બહાર કાઢ્યા હતા.