સુરતમાં યુનિવર્સિટીની તિજોરી ભરવા વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો નાખવામાં આવી રહ્યો છે, એટલે કે વિદ્યાર્થીઓ પાસેથી લૂંટ ચલાવવામાં આવી, કારણ કે પ્રવેશ ફોર્મની ફી માં 5 ઘણો વધારો કરાયો છે, અલગ અલગ જીલ્લામાંથી આવતા 50 હજાર જેટલા વિદ્યાર્થીઓ ફોર્મ ભરે છે, દક્ષિણ ગુજરાતની કુલ સીટ 35 હજાર છે ત્યારે પહેલા એક ફોર્મની 5 સિલેક્શનની માત્ર 200 રૂપિયા ફી હતી. પણ હવે જો વિદ્યાર્થીઓ પાંચ કોલેજ સિલેકટ કરે તો 1000 રૂપિયા ભરવા પડે, ત્યારે પાંચ ગણો ફી વધારો કરી વિદ્યાર્થીઓને લૂંટવાનો પ્રયાસ બંધ કરવા સેનેટ સભ્યએ રજુઆત પણ કરી છે.....