આગામી 5મી ડિસેમ્બરના રોજ મતદાન યોજાવાનું છે અને જિલ્લા ચૂંટણી તંત્ર વધુને વધુ મતદાન થાય તે માટે જન જાગૃતિના કાર્યક્રમો કરી રહી છે ત્યારે રાજ્યના મંત્રી મનિષાબેન વકીલ, મેયર કેયુર રોકડિયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષી સહિતના વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠક પરના 10 ઉમેદવારો પોતાને જ પોતાનો વોટ આપી શકશે નહીં.
સામાન્ય રીતે દરેક મતદાર પોતાને મત આપતો હોય છે. પરંતુ વડોદરા શહેરની પાંચ અને જિલ્લાની પાંચ એમ કુલ 8 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ, અને અપક્ષના એવા 8 ઉમેદવારો છે કે જેઓ બીજી વિધાનસભા વિસ્તારના નોંધાયેલા મતદાર છે જેથી તેઓ પોતાને જ પોતાનો વોટ આપી શકશે નહીં. મતદાર નોંધણીની વિધાનસભા અને પોતાની ઉમેદવારી હોવાથી તે ઉમેદવારો પોતાનો મત ગુમાવવો પડશે.