રાજ્યમા ત્રણ જીલ્લામાં ndrf ની ટીમો તૈનાત કરાઈ છે. નવસારી, આણંદ અને ગીર સોમનાથ જીલ્લામાં એક એક ટીમ તૈનાત કરાઈ છે. બાકીની ટીમો વડોદરા હેડ ક્વાર્ટર ખાતે સ્ટેંડબાય મોડ પર તૈયાર કરી દેવાઈ છે. જરુરીયાતના આધારે ટીમ તૈનાત કરાશે. ગાંધીનગર ખાતે ત્રણ ટીમો અને વડોદરા ખાતે 9 ટીમો સ્ટેંડબાય કરી દેવાઈ છે. જરુરીયાતના આધારે મુવ કરાશે.