અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ચેતવણી આપી છે કે તેઓ કોઈને પણ નાટોની એક ઈંચ જમીન લેવા દેશે નહીં અને તેની રક્ષા કરશે. પુતિને યુક્રેન વિરૂદ્ધ યુદ્ધ વધુ તેજ કર્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિની ચેતવણી આવી છે. તેમણે વ્હાઇટ હાઉસમાં એક સંબોધનમાં કહ્યું, હતું કે અમેરિકા નાટો વિસ્તારના દરેક ઇંચની સુરક્ષા માટે અમારા નાટો સહયોગીઓ સાથે સંપૂર્ણ રીતે તૈયાર છે. ભારત અને ચીન સહિત ચાર દેશોએ લાવ્યા નિંદા પ્રસ્તાવના સમર્થનમાં ભારતે મતદાન નથી કર્યું.