ટ્વિટર બાદ દિગ્ગજ સોશિયલ મીડિયા કંપની ફેસબુક પણ મોટા પાયે છટણીની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર ફેસબુકની પેરન્ટ કંપની મેટા પ્લેટફોર્મ ઈંક હજારો કર્મચારીઓની છુટ્ટી કરી શકે છે. આ શરૂઆત બુધવારથી થશે. કંપની દુનિયાભરમાં 12000 કર્મચારીઓને બહાર કરી શકે છે. મેટામાં હજુ પણ લગભગ 87000 કર્મચારી કામ કરી રહ્યા છે. આ પહેલા ટ્વિટરે શુક્રવારે દુનિયાભરમાં 3700 કર્મચારીઓને બહાર કાઢવાનું કામ કર્યું છે.