મોરબીમાં રવિવારે સાંજના સમયે ઝૂલતા પુલ પર ભીડ વધતાં તૂટ્યો હતો અને 143થી વધારે લોકોના મોત થયા હતા. અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો. ઝૂલતા પુલના કોન્ટ્રાક્ટ બાબતે મોરબી ચીફ ઓફીસરને પુછતા તેમણે જણાવ્યું કે, 15 વર્ષ માટે અજંતા મેન્યુફેક્ચરીંગ પ્રાઈવેટ લિમિટેડને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. જેમાં ટિકિટના દર પણ નક્કી કરવામાં આવ્યા હતા.