મોરબીની ઘટના પરથી કોણ લેશે શિખ? જેમાં દ્વારકામાં ફેરી બોટ સર્વિસનો વીડિયો વાયરલ થયો છે. તેમાં ક્ષમતા કરતા વધુ પેસેન્જરને ભર્યા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ઓખા-બેટ
દ્વારકા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસના વીડિયોમાં જોઇ શકાય છે કે બેટના બ્રિજ અને બોટમાં સુરક્ષાના સાધનોનો પણ અભાવ છે. ગઇકાલે મોરબીમાં બનેલી દર્દનાક ઘટના બાદ દ્વારકા
જિલ્લા વહીવટી તંત્રએ પણ જાગવાની જરૂર છે.