અરુણાચલ પ્રદેશમાં ક્રેશ થયેલા આર્મી હેલિકોપ્ટરનો કાટમાળ મળી આવ્યો છે. રેસ્ક્યુ ટીમે બે મૃતદેહ પણ બહાર કાઢ્યા હતા. શુક્રવારે સવારે અરુણાચલના પશ્ચિમ સિયાંગ જિલ્લામાં મિગિંગ ખાતે આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. એડવાન્સ લાઇટ હેલિકોપ્ટર સેનાના જવાનોને લઈને નિયમિત ઉડ્ડયન કરી રહ્યું હતું. આ ઘટના સવારે લગભગ 10.43 વાગ્યે બની, જેના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.