ભારત જોડો યાત્રા દરમિયાન એક વૃદ્ધ મહિલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને ગળે લગાવીને આશીર્વાદ આપતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધી તેમના પક્ષના કાર્યકર્તાઓ સાથે અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈને કન્યાકુમારીથી કાશ્મીર સુધી ભારત જોડો યાત્રા કાઢી રહ્યા છે.