ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભાજપ સહિતના પક્ષો ઝંઝાવાતી પ્રચારમાં લાગી ગયા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતમાં ચાર જનસભા હતી. તેમાંથી એક જનસભા આણંદના ખંભાતમાં યોજાઇ હતી.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે જાહેર સભામાં કહ્યું કે ખંભાત પહેલા બંદર હતું. ખંભાત બંદરેથી વેપારીઓ વેપાર કરતા હતા. ખંભાતવાળા ભાજપ માટે કોઇ દિવસ પાછા પડ્યા નથી. ખંભાતમાં અનેકવાર રમખાણો થતા હતા પરંતુ ભાજપની સરકાર આવ્યા બાદ શાંતિ સ્થપાઇ છે.
ચૂંટણી આવે એટલે કોંગ્રેસ નવા કપડાં સિવડાવે છે. સત્તા પર નથી છતાં કોંગ્રેસ કહે છે કામ બોલે છે. કોંગ્રેસવાળા સરદારનું નામ લેતા ડરે છે. ભાજપનાં કાર્યકરો વોટબેંકથી ડરતા નથી. નરેન્દ્રભાઇએ 370ની કલમ હટાવી દીધી ત્યારે કોંગ્રેસ, સપા, બસપા, મમતા બધું ટોળું કાંઉ કાંઉ કરતું. કહેતા હતા કે કાશ્મીરમાં લોહીની નદીઓ વહેશે, રાહુલ બાબા, નદીઓ તો ઠીક એક કાંકરી પણ હલી નથી.