ગુજરાત-હિમાચલમાં કોણ જીતશે? BJP,કોંગ્રેસ કે આપ?: પ્રશાંત કિશોરે આપ્યો જવાબ

Sandesh 2022-10-17

Views 2.9K

ગુજરાત અને હિમાચલમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. સાથે જ હિમાચલમાં પણ ભાજપની સરકાર ચાલી રહી છે. આ વખતે તમામની નજર ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર છે. વાસ્તવમાં પંજાબમાં સરકાર બનાવ્યા બાદ ઉત્સાહથી ભરેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં શક્યતાઓ દેખાય રહી છે. અરવિંદ કેજરીવાલની પાર્ટી 'આપ' ગુજરાતમાં ચૂંટણી લડી રહી છે. જેના કારણે ગુજરાતમાં ત્રિકોણીય ચૂંટણીની ચર્ચા છે. આ દરમિયાન બંને રાજ્યોમાં કયો પક્ષ સરકાર બનાવશે? ચૂંટણી રણનીતિકાર કહેવાતા પ્રશાંત કિશોરે આ અંગે મોટો દાવો કર્યો છે. પ્રશાંત કિશોરે વચન આપ્યું હતું કે ગુજરાત અને હિમાચલ બંને રાજ્યોમાં ભાજપની સરકાર બનશે. પ્રશાંત કિશોરે પશ્ચિમ ચંપારણ જિલ્લામાં તેમની જનસુરાજ યાત્રાના 15માં દિવસે મીડિયા સાથે વાત કરતા આ વાત કહી.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS