વિધાનસભાની ચૂંટણીને લઈ મંત્રીઓના ગુજરાતમાં ધામા છે. જેમાં રક્ષામંત્રી રાજનાથસિંહ રક્ષા શક્તિ યુનિ.ના કાર્યક્રમમાં હાજરી આપશે. તથા કેન્દ્રીય મંત્રી સ્મૃતી ઈરાની વડોદરાના
પ્રવાસે છે. તેમજ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આણંદમાં છે. રાજસ્થાનના CM અશોક ગહેલોત રાધનપુરના પ્રવાસે છે. અને કેન્દ્રીય મંત્રી રામેશ્વર તેલી નસવાડીની મુલાકાતે છે.
કેન્દ્રીય મંત્રી કિરન રિજીજુ અમદાવાદ, ગાંધીનગરની મુલાકાતે છે. રાજનાથ સિંહ અને CM ભૂપેન્દ્ર પટેલ પુસ્તક વિમોચન કરશે. તેમાં બંને નેતા મોદી @20 બુકનું વિમોચન કરશે.