કોંગ્રેસમાં અધ્યક્ષ પદ માટે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂર વચ્ચે જંગ છે, પરંતુ આ દરમિયાન શશિ થરૂરે ભાજપના આઈટી સેલના વડા અમિત માલવિયા પર પ્રહારો કર્યા છે. એટલું જ નહીં થરૂરે અમિત માલવિયાને ભાજપમાં ચૂંટણી કરાવવાની સલાહ પણ આપી છે. વાસ્તવમાં બંને પક્ષો વચ્ચે જવાબી હુમલાની આ લડાઈ ટ્વિટર પર જોવા મળી રહી છે. બીજેપી આઈટી સેલના વડા અમિત માલવિયાએ ટ્વીટ કરીને શશિ થરૂરની ઝાટકણી કાઢી હતી. શશિ થરૂરે હવે આ અંગે પલટવાર કર્યો છે.