કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે બુધવારે મતગણતરી થશે અને તેની સાથે 24 વર્ષ બાદ ગાંધી પરિવારની બહારના કોઈ નેતાને દેશની સૌથી જૂની પાર્ટીના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવશે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આ ચૂંટણીના પરિણામને લઈને મોટું નિવેદન આપ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં ગેહલોતે ચૂંટણી પરિણામો અંગેના સવાલ પર કહ્યું કે અનુભવનો કોઈ વિકલ્પ નથી. મલ્લિકાર્જુન ખડગેને લાંબો અનુભવ છે. શશિ થરૂર પાસે આંતરરાષ્ટ્રીય અનુભવ છે... જે પણ જીતશે, જીત કોંગ્રેસની થશે.