રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. બંનેમાંથી કોઈ પણ દેશ પીછેહઠ કરવા તૈયાર નથી, આ દરમિયાન અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક રશિયા છોડવા કહ્યું છે. રશિયાની રાજધાની મોસ્કોમાં યુએસ એમ્બેસીએ બુધવારે સુરક્ષા ચેતવણી જારી કરીને કહ્યું છે કે જે પણ અમેરિકન નાગરિકો હાલમાં રશિયામાં છે તેઓ તાત્કાલિક ત્યાંથી નીકળી જાય અને જે લોકો રશિયા જવાની યોજના બનાવી રહ્યા છે, તેમણે પણે જવાનું બંદ રાખવું જોઈએ.