મહાકાલ લોકના પ્રથમ તબક્કાનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે અટલે કે આજે તેનું ઉદ્ઘાટન કરશે. મહાકાલ લોકની વિશેષતા શું છે તે અંગે લોકોમાં ઉત્સુકતા છે. મહાકાલ લોકનું ભવ્ય રૂપ હવેથી ભક્તોને આકર્ષી રહ્યું છે. પહેલા તેનું નામ મહાકાલ કોરિડોર હતું. તેના ઉદ્ઘાટન પહેલા તેનું નામ મહાકાલ લોક રાખવામાં આવ્યું હતું