વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે સાંજે યુક્રેન સંકટ પર રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. વડાપ્રધાન કાર્યાલય (PMO)એ આ જાણકારી આપી હતી. પીએમઓએ ટ્વીટ કર્યું કે પીએમ મોદીએ આજે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી સાથે ટેલિફોન પર યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ચર્ચા કરી. આ દરમિયાન પીએમ મોદીએ યુદ્ધને વહેલું ખતમ કરવાની અને વાતચીત અને કૂટનીતિના માર્ગ પર પાછા ફરવાની જરૂરિયાતનો પુનઃઉચ્ચાર કર્યો હતો.