વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એટલે કે મંગળવારે (8 નવેમ્બર) સાંજે 4:30 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટને લોન્ચ કર્યો છે. G20 ના પ્રમુખપદ દરમિયાન ભારત 32 વિવિધ ક્ષેત્રો સાથે સંબંધિત દેશભરમાં લગભગ 200 બેઠકો કરશે. ભારત આવતા વર્ષે G20 સમિટનું આયોજન કરશે.