ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામેથી સાત ફૂટ લાંબો અજગર ઝડપાયો છે. જેમાં પ્રાથમિક શાળા પાસે કિરીટભાઈ ડાહ્યાભાઈ પટેલના ઘરે બાથરૂમમાં અજગર દેખાઈ આવતા ઝડપી
પાડવામાં આવ્યો છે. તેમાં આમોદનાં નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટનાં અંકિત પરમારને જાણ થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. જેમાં તપાસ કરતાં ઇન્ડિયન રોક પાઇથન (અજગર)
લગભગ સાત ફુટ લાંબોને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગ સોપવામાં આવ્યો છે.