વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે યાત્રા યોજી

Sandesh 2022-09-28

Views 3.4K

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ યાત્રાઓ યોજી રહી છે. જેમાં રાજકોટથી કોંગ્રેસ દ્વારા શરૂ થયેલી કોંગ્રેસની માતા કે દ્વાર યાત્રા કાગવડ ખોડલધામ પહોંચી હતી. જ્યા કોંગ્રેસના

આમંત્રણને માન આપીને ખોડલધામના ચેરમેન અને પાટીદાર આગ્રણી નરેશ પટેલે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, યાત્રાના આયોજક લલિત કગથરા, યાત્રામાં જોડયેલા રાજ્યસભાના

સાંસદ શક્તિસિંહ ગોહિલ, ઋત્વિક મકવાણા, લલિત વસોયા, અમરીશ ડેર સહિતનાનું સ્વાગત કર્યું હતું.

વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસે યાત્રાઓ યોજી

સ્વાગત બાદ તમામ કોંગ્રેસ આગેવાનોએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા હતા. જ્યા નરેશ પટેલે તમામને ઉપરણા ઓઢાડી સ્વાગત કર્યું હતું. સ્વાગત બાદ કોંગ્રેસ નેતાઓએ નરેશ

પટેલ સાથે 30 મિનિટ સુધી બંધ બારણે બેઠક કરી હતી. આ બેઠકમાં જગદીશ ઠાકોર, લલિત કગથરા, રામ કિશન ઓઝા, શક્તિસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા. બેઠક બાદ યાત્રાના

આયોજક લલિતભાઈ કગઠરાએ સંદેશ ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું કે અમે માતાજીના આશીર્વાદ સાથે નરેશ પટેલના આશીર્વાદ લેવા પણ આવ્યા છીએ અને અમને આશીર્વાદ મલ્યા

પણ છે.

કોંગ્રેસ આગેવાનોએ ખોડલધામ ખાતે માતાજીના દર્શન કર્યા

બંધ બારણે બેઠક બાદ નરેશ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું કે ખોડલધામ અઢાર વર્ણની આસ્થાનું કેન્દ્ર છે. તથા માતાજી ઉપર તમામને શ્રદ્ધા છે માટે તમામ વર્ણના લોકો અહીં

આવે છે. કોંગ્રેસના આગેવાનોએ આમંત્રણ આપ્યું હતું એટલે એમનું સ્વાગત કરવા માટે હું ઉપસ્થિત રહ્યો હતો, જ્યાં સુધી વિધાનસભાની ચૂંટણી કે ટિકિટની વાત છે માત્ર પાટીદાર સમાજ જ

નહીં પરંતુ દરેક સમાજને પોતાના હકની ટિકિટ માંગવાનો અધિકાર છે. નરેશભાઈએ એમ ઉમેર્યું કે વસ્તી મુજબ દરેક વ્યક્તિ કે સમાજ પોતાના માટે ટિકિટ માંગી શકે છે. કોંગ્રેસના

આગેવાનોને આશીર્વાદની વાત છે ત્યાં સુધી માતાજીના સૌને આશીર્વાદ મળતા જ રહે છે. લલિત કગથરાના આશીર્વાદ અંગે નરેશ પટેલે જણાવ્યું કે તેઓ પાટીદાર નેતા અને ધારાસભ્ય

છે. માટે સમાજના આગેવાનો પાસે આશીર્વાદ લેવા આવે છે અને અમે આપ્યો પણ છીએ.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS