ભાવનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ આવ્યો છે. તેમાં વરસાદથી ગરબા આયોજકો મુશ્કેલીમાં મુકાયા છે. ભાવનગરમાં સતત
બીજા દિવસે મેઘરાજાનું આગમન થયુ છે. શહેરમાં અનેક જગ્યાએ ભારે પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા છે. મોડી સાંજના સુમારે શરૂ થયેલા પવન સાથેના વરસાદી ઝાપટાંને ગરબા
પ્રેમીઓમાં ચિંતા જન્માવી છે.