એક તરફ ગુજરાત સરકાર રાજ્યમાં વિકાસની વાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ નર્મદા જિલ્લાના આંતરિયાળ ગામો હજુ પણ વિકાસથી વંચિત હોવાનું માલૂમ
પડે છે. નર્મદા જિલ્લાના ઝરવાણી ગામનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેણે સરકારના વિકાસના દાવાની પોલ ખોલી નાંખી છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક યુવક પોતાની બીમાર માતાને શ્રવણની જેમ કાવડ જેવી ઝોળી બનાવીને સારવાર માટે દવાખાને લઈ જઈ રહ્યો છે. હકીકતમાં આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. અહીં આજે પણ 108 નથી જઈ શકતી. જેના કારણે આજે પણ આદિવાસીઓ બીમાર દર્દીઓને ઝોળીમાં નખીને ખભે ઊંચકીને દવાખાને લઈ જવા માટે મજબૂર છે.