પુત્રીની હત્યાથી દુઃખી થયેલી અંકિતા ભંડારીની માતાએ સોમવારે પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે તેની સાથે અન્યાય થયો છે કારણ કે તેને છેલ્લી ઘડીએ અંકિતાનો ચહેરો પણ જોવા દેવામાં આવ્યો ન હતો.તેમણે કહ્યું હતું કે, "રાત્રે અંતિમ સંસ્કાર કરવાની શું જરૂર હતી. વધુ એક દિવસ રોકાયા હોત તો શું મુશ્કેલી હતી.તેઓએ (સરકારે) સૌથી મોટો અપરાધ એ કર્યો કે મેં મને મારી પુત્રીનો ચહેરો પણ જોવા ન દીધો."