કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં હાર્યા બાદ શશિ થરૂર સાઇડલાઇન થઇ ગયા છે. પહેલા, તેમને કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) ના સ્થાને મલ્લિકાર્જુન ખડગે દ્વારા રચવામાં આવેલી નવી સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું, ત્યારબાદ તેમને ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સ્ટાર પ્રચારકોની યાદીમાંથી પણ બાકાત રાખવામાં આવ્યા હતા. ખુદ શશિ થરૂરે આ અંગે મૌન તોડ્યું છે.