કોંગ્રેસમાં નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી અને ભારત જોડો યાત્રા વચ્ચે રાજસ્થાનમાં રાજકીય સંકટ ગરમાયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા સચિન પાયલટને આગામી મુખ્યમંત્રી બનાવવાની સંભાવના વચ્ચે અશોક ગેહલોતને ટેકો આપતા 90 ધારાસભ્યોએ તેમના રાજીનામા સુપરત કર્યા છે. બીજી તરફ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ મલ્લિકાર્જુન ખડગે અને અજય માકનને દરેક બળવાખોર ધારાસભ્ય સાથે વાત કરીને મામલો ઉકેલવા સૂચના આપી હતી. જોકે આખી રાત ચાલેલા રાજકીય ડ્રામા બાદ ધારાસભ્યો સાથેની મંત્રણામાં કોઈ ઉકેલ આવ્યો ન હતો.