ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શનિવારે કેબિનેટ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પાસેથી મહેસુલ વિભાગ તેમજ પૂર્ણેશ મોદી પાસેથી માર્ગ અને મકાન વિભાગ છીનવી લેવામાં આવ્યું છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે કેબિનેટમાં મોટો ફેરબદલ કરવામાં આવતા વિપક્ષ સરકાર પર સવાલ ઉઠાવવા લાગ્યું છે. ગુજરાતની વિધાનસભા ચૂંટણી પૂર્વે શંકરસિંહ વાઘેલાએ પોતાની નવી પાર્ટી બનાવી દીધી છે. આ પાર્ટીનું નામ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી રાખ્યું છે. આ સાથે જ તેમણે એલાન કર્યું છે કે, તેમની પાર્ટી આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મેદાનમાં ઉતરશે.