PM નરેન્દ્ર મોદી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)માં મોડા પહોંચ્યા હતા. આ ખૂબ જ મહત્વપૂર્ણ સંમેલનમાં પીએમ મોદી શું બોલશે તેના પર સૌની નજર હતી. સમરકંદમાં 4 મિનિટ 49 સેકન્ડ તેમણે ભાષણ આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 7 દેશોના નેતાઓને મળ્યા હતા. આ મુલાકાતો દરમિયાન મહત્વની ચર્ચાઓ-વિચારણાઓ કરાઈ હતી. આ દરમિયાન પ્રધાનમંત્રીએ એસસીઓ સંમેલનમાં સંબોધન કર્યું હતું અને તેમણે ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની પણ વાત કરી હતી. તો અન્ય ઘટનાઓમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીને છ મહિનાની સજા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. તેમને મેટ્રો પોલીટન કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. વર્ષ 2017ના કેસમાં જીજ્ઞેશ મેવાણી સહિત 19 જણાને છ મહિનાની સજા થઈ છે. મહેસાણા બાદ વધુ એક કેસમાં મેવાણીને સજા થઈ છે. તો જોઈએ ‘સંદેશ વોર રૂમ’માં વધુ સમાચારો...