પીએમ મોદીએ સુરત સર્કિટ હાઉસમાં રાતવાસો કર્યો છે અને સાથે જ ઉધના કાર્યાલયમાં ઉમેદવારો સાથે મંથન કર્યું છે. પીએમનો કચ્છ અને સૌરાષ્ટ્રમાં પૂરજોશમાં પ્રચાર જોવા મળ્યો છે. અનેક સ્થળોએ આજે સભાઓ કરશે. આ સહિત અમિત શાહ પણ આજે 4 જગ્યાઓએ સભા કરશે. અમદાવાદની 16 બેઠક જીતવા માટે ભાજપનો પ્રયાસ શરૂ થઈ ચૂક્યો છે. આ સિવાય મહેસાણાની 7 બેઠકો પર જ ભાજપના દિગ્ગજોનો પ્રચાર શરૂ થયો છે. આ સહિતના તમામ મહત્ત્વના સમાચાર.