રાજપથ હવેથી તેના નવા નામ કર્તવ્યપથથી ઓળખાશે. NDMCએ તેની બેઠકમાં તેને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખીએ આને ઐતિહાસિક નિર્ણય ગણાવતા તમામ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે. તેમણે કહ્યું, રાજપથનું નામ બદલવાનો નિર્ણય માતૃભૂમિની સેવા કરવાની અમારી પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરે છે.