કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક માસૂમનું મોત

Sandesh 2022-09-06

Views 328

ભાવનગર મનપાની બેદરકારીના કારણે એક આઠ વર્ષની માસૂમ બાળાનું શોક લાગતા મોત નીપજ્યું છે. જેને લઈને પરિવારમાં રોષ જોવા મળ્યો છે અને મનપા કમિશનરે તપાસ

કમિટીની નિમણુંક કરી છે.

કરોડોના ખર્ચે લેઈક બનાવવામાં આવ્યો હતો

ભાવનગર શહેર નજીક આવેલ અકવાડા લેઈક ગાર્ડનમાં એક 8 વર્ષની દીકરીનું લેઈકની અંદર આવેલ ઇલેક્ટ્રિક રેલગાડીના પાટા ઉપર ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા મોત નીપજ્યું હતું. ભાવનગર

શહેર નજીક અકવાડા પાસે કરોડોના ખર્ચે વિભાવરી દવે દ્વારા એક લેઈક બનાવવામાં આવ્યો છે. આ લેઈકની અંદર બાળકો માટે રમત ગમતના સાધનો પણ મુકવામાં આવ્યા છે. પરંતુ

યોગ્ય દેખરેખ ના રાખવાથી આ સાધનો કોઈકના મોતનું કારણ પણ બનતા હોય છે. આવું જ બન્યું એક 8 વર્ષની દીકરી જાનવી સાથે.

કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે એક માસૂમનું મોત

ભાવનગર શહેરના કુંભારવાડા અક્ષર પાર્કમાં રામભાઈ મેર પોતાના પરિવાર સાથે અકવાડા લેઇક ગાર્ડન ખાતે ફરવા ગયા હતા. જ્યાં તેમની દીકરી જાનવી પણ અકવાડા ખાતે ગાર્ડનમાં

આવી હતી. જ્યાં જાનવીને ઇલેક્ટ્રિક રેલગાડીમાં બેસતા સમયે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા જાનવીને તાત્કાલિક શહેરની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર

દરમ્યાન ફરજ પરના તબીબે જાનવીને મૃત જાહેર કરી હતી.

એક માસૂમ બાળાનો ભોગ લેવામાં આવ્યો

આ અંગે મનપાના કમિશનર દ્વારા એક તપાસ કમિટી બનાવવામાં આવી છે. આ તપાસ કમિટી દ્વારા આગામી દિવસોમાં રિપોર્ટ આપશે ત્યારે જવાબદાર લોકો સામે યોગ્ય પગલાં લેવામાં

આવશે તેવી ખાત્રી આપવામાં આવી હતી. મનપા દ્વારા આ ગાર્ડનની અંદર રમત ગમત માટેના સાધનો માટે પ્રાઇવેટ કોન્ટ્રાકટરને સોંપવામાં આવ્યું છે. ત્યારે આ કોન્ટ્રાક્ટરની બેદરકારીના

કારણે એક માસૂમ બાળાનો ભોગ લેવામાં આવ્યો છે.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS