ટંકારાના ખાનપર ગામમાં એક જ પરિવારના 4 સહિત 6 લોકોના મોત

Sandesh 2022-10-31

Views 125

મોરબીની દુર્ઘટનાએ અનેક પરિવારોને વેરવિખેર કરી નાખ્યા છે. ત્યારે ટંકારાના ખાનપર ગામમાં એક જ પરિવારના 4 લોકોના મોત થતાં પરિવાર વિખેરાઈ ગયો છે. ટંકારામાં રહેતા માવજીભાઈ અમૃતિયાના પુત્ર, પુત્રવધૂ અને તેમના બે બાળકો મોરબી ઝૂલતો પુલ જોવા ગયા હતા. જે આ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. આ ઘટનામાં એક જ પરિવારના 4 સહિત ગામના 6 લોકોના મોત થયા હતા. આ ઘટના બાબતે કોને જવાબદાર ગણવા જે થવાનું હતું એ થઈ ગયું હોવાનું કહી દાદા માવજીભાઈ અમૃતિયાએ હાથ જોડ્યા હતા. ગામમાં એક સાથે 6 અર્થી ઉઠતા આખું ગામ હીબકે ચડ્યું હતું.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS